top of page
  • White Facebook Icon
  • White Twitter Icon
  • White Instagram Icon

વીર કોણ છે?

વીર એક યુ.કે. માં વસતો ભારતીય ગુજરાતી બાળક છે.

તે એક રમુજી નાનો બાળક છે. તે ચાલાક, રમતિયાળ,બહાદુર અને શક્તિશાળી છે.

વીર તમામ પ્રકારની પ્રવૃત્તિઓનો આનંદ માણે છે, ખાસ કરીને જ્યાં તેમાં કૂદકા લગાવવાના હોય છે!

વીરનો પરીવાર

વીરનો તાત્કાલિક કુટુંબ

નિરવ ગુઢકા (પિતા), કિર્પા ગુઢકા (માતા)

અને સુહાની (મોટી બહેન)

વીરના દાદા-દાદી

જયંતિલાલ દેવશી ગુઢકા (મોટા લખિયા)

જયા જયંતિલાલ ગુઢકા (ચાંપાબેરાજા)

 વીરના નાના-નાની

નરેશ દેવશી શાહ (મોટી રાફુદળ)

નિશા નરેશ શાહ (વસઈ)

વીરનો ઉછેર

વીરનો ઉછેર ભારતિય સંસ્કૃતી મુજબ થઈ રહ્યો છે. વીર અને સુહાની – બન્ને બધી ભારતિય વસ્તુઓમા આનંદ માણે છે – ખાવા-પીવાનું, સંગીત અને નૃત્યુ વીગેરે.  લંડનવાસી હોવા છતાં, વીર સારી ગુજરાતી ભાષા પણ બોલે છે.

વીરનો ઉછેર એક એવા પરીવારમાં થઈ રહ્યો છે જે ચુસ્ત જૈન ધર્મને અનુસરે છે, જે ભારતનો પ્રાચીન ધર્મ છે, અને જે અહિંસા અને શાંતીને પ્રેરે છે. વીર અને સુહાની બન્ને દર રવિવારના જીનમંદિરની પાઠશાળામાં હાજરી આપે છે જે તેમના પિતા નિરવ ચલાવે છે.

 

તેથી તે કુટુંબ જૈન ધર્મ અને સંસ્કૃતિ ભારતની બહાર જાગરૂત રાખવામાં પ્રવૃતમાન છે.

 વીરના અન્ય વિડિયો

Veer Playing Harmonium
Veer Doing Garba
Veer in Temple
Veer Praying

વીરનું નિદાન

HelpVeerNow Campaign Videos

Registration and Donation Process Videos

વીરને ‘ફાનકોની એનિમિયા’ નામની દુર્લભ જીનેટીક બીમારી છે. એટલે તેના સ્ટેમ સેલ્સની ઉત્પતી ઘટતી જાય છે, તેથી રક્ત કણો પણ ઘટે છે. માટે તેને સ્ટેમ સેલ ટ્રાંસ્પલાંટની આવશ્યકતા છે.

તેના માટે તેને વિશ્વભરમાંથી એક ઉદાર સ્ટેમ સેલ દાતાની જરૂરિયાત છે. તમે વીર અથવા તેના જેવા બીજા કોઈ જરૂરિયાતમંદના જીવનદાતા થઈ શકો છો.

Gujarati Campaign Vids
Gujarati Process Vids
  • White Facebook Icon
  • White Twitter Icon
  • White Instagram Icon
  • Facebook
  • Instagram
  • Twitter

@HelpVeerNow

Veer is 4. He has a rare genetic disorder called Fanconi Anaemia, and so his bone marrow is not functioning properly.​

He needs to urgently find a lifesaving stem cell donor if he is to survive.

bottom of page